તને સાજન કહું?
તને સાજન કહું? રસરાજન કહું?
ના ના કહું ચિત્તચોર! મારા મનડાનો મોર!
વળી શું રે કહું, શું રે કહું, શું ના કહું?
તને વેલી કહું? રસઘેલી કહું?
ના ના મેલી દેતી મેળ! મારા હૈયા કેરી હેલ!
બોલો શું રે કહું, શું રે કહું? શું ના કહું?
તને સાજન કહું? તને વેલી કહું?
અમને ગમતા ઘોડલિયા ને ગમતી ડુંગર ધાર!
થનગનતા ઘોડલિયે અમને ગમી ગયો અસવાર!
તને રસિયો કહું? મનવસિયો કહું?
ના ના કહું ચિત્તચોર! મારા મનડાનો મોર!
વળી શું રે કહું, શું રે કહું ? શું ના કહું?
તને વેલી કહું? તને સાજન કહું?
મનડે મારે બાંધી દીધી પરદેશીની પ્રીત!
ચંચળ આ તારા નયનોની અવળી કેવી રીત!
તને શાણી કહું? રૂપવાળી કહું?
તને સાજન કહું? તને વેલી કહું?
સ્વરઃ આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંહ
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ચિત્રપટઃ અમે પરદેશી પાન (૧૯૭૭)
ક્લીક કરો અને સાંભળોઃ
|