[પાછળ]
સપનું સાચું ઠર્યું

સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું
સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું

કોઈ અણજાણી ભોમમાં અણજાણ્યા પ્રેમીએ
અણજાણે આંખડીમાં  કામણ  કર્યું

સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું
સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું

ઉરમાં  ઉમંગના ઉમટ્યા  છે  પુર
નાચે  નયન  સજી  નેહના  નૂપુર
ના જાણું  કે કોણે  આ  હૈયું  હર્યું

સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું
સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું

દિલડાંને દ્વાર તાન એક વાર જાગી
અણપૂછતાંએ મને લગની રે લાગી

આ કાળજડે...     આ કાળજડે...
આ કાળજડે એનું મેં પાનેતર ધર્યું

સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું
સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું

શારદાએ   વીણા    વગાડી કહ્યું
ઘેરી નિંદરથી મુજને જગાડી કહ્યું
ઉકેલ્યો  તારા  જીવનનો  કોયડો
ભોળીના   હૈયાને   ભાવે    ભર્યું

સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું
સપનું સાચું ઠર્યું, સપનું સાચું ઠર્યું

સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી
ગીતઃ પ્રફુલ્લ દેસાઈ
સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ સતી સોન (૧૯૪૮)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]