[પાછળ]
      માની જાને ઓ રંગરસિયા

માની જાને, માની જાને ઓ રંગરસિયા મારું બેડલું છલકાય મારું બેડલું છલકાય, મારા મનમાં કંઈ કંઈ થાય મારું કૂણું કાળજડું કોરાય તારી પાંપણના પલકારે મારું હૈયું નંદવાય તારા ઝાંઝરના ઝણકારે વનનાં પંખીડાઓ ગાય તારી ટીલડીના તણખાં બાળી જાય માની જાને, માની જાને ઓ રંગરસિયા મારું બેડલું છલકાય, માની જાને દેવી તારા મંદિરીએ હું આવ્યો બની પૂજારી આશાની માળા ગૂંથી માંગુ પ્રીતલડી તારી તારી પ્રીતની વાતે મારું હૈયું રે ખોવાય મને જાવા દે અલબેલા, મોડું થાય તારી પાંપણના પલકારે મારું હૈયું નંદવાય તારા ઝાંઝરના ઝણકારે વનનાં પંખીડાઓ ગાય તારી ટીલડીના તણખાં બાળી જાય માની જાને, માની જાને ઓ રંગરસિયા મારું બેડલું છલકાય, માની જાને યુગો યુગોની પ્રીત મારી ભવ ભવનો સથવાર સાથ જીવીશું સાથ મરીશું નહિ તજીએ સંગાથ યુગો યુગોની પ્રીત મારી ભવ ભવનો સથવાર તારી વાત્યુંના વિશ્વાસે મારા મનમાં જાગી આશ જોજે આશા ના નિરાશામાં બદલાય મને જાવા દે અલબેલા, મોડું થાય જોજે આશા ના નિરાશામાં બદલાય

સ્વરઃ કમલેશકુમારી અને મહેન્દ્ર કપૂર ગીતઃ રમેશ ગુપ્તા સંગીતઃ કેરસી મિસ્ત્રી ચિત્રપટઃ સોનકુવર (૧૯૮૩) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]