[પાછળ]
આ તો જગ છે દરિયો

આ તો  જગ  છે દરિયો  ને જીવતર  કાગળની  હોડી રે
અહીં ઓટ ઝંખે કિનારો ને ભરતી મોજા અથડાય દોડીને

માગુ તો દૂર ભાગે ના માગે દોડતું આવે
કોણ વિધિને સમજાવે  કોણ લેખ લખાવે

આશા   નિરાશાના  ખડકો   કોણ  નાખે  તોડી  રે
આ તો જગ છે દરિયો ને જીવતર કાગળની હોડી રે

મધુર મિલનની ઘડીમાં વિધાતા વિરહ વરસાવે
પ્રણય  પંથ  પર  આ  તે  કંટક  કોણ બિછાવે

વિરહના   વહેલા    નયનો   પાથ   ધરે   થોડી  રે
આ તો જગ છે દરિયો ને જીવતર કાગળની હોડી રે

જીવનને   રીબાવી   મૃત્યુને    હતું   ભેટવાનું
તો શાને સ્નેહ શિખવ્યો આ જીવતર જીવવાનો

સંગ  રહ્યા  સફરમાં  કિનારે ગયા છોડી રે
કિનારે ગયા છોડી રે, કિનારે ગયા છોડી રે
કિનારે ગયા છોડી રે, કિનારે ગયા છોડી રે

સ્વરઃ હેમંતકુમાર
ગીતઃ બિમલ માંગલિયા
સંગીતઃ જગદીશ જે.
ચિત્રપટઃ સોળે સજ્યા શણગાર (૧૯૭૭)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]