[પાછળ]
ભૂલે ચૂકે મળે તો

ભૂલે  ચૂકે   મળે   તો   મૂલાકાત   માંગશું
શણગારવા હૃદયને  એક  આઘાત  માંગશું

દિલના વિચાર દિલમાં ઊઠ્યા ને શમી ગયા
અજવાળી રાત  ગુજરી  ગઈ  કાળી રાતમાં

પ્રીતમની  સાથે  પહેલી  મૂલાકાતના સમયે
જેની  સવાર  ના  પડે   એ   રાત  માંગશું

શણગારવા  હૃદયને  એક  આઘાત  માંગશું
ભૂલે  ચૂકે   મળે   તો   મૂલાકાત   માંગશું

માન્યું  કે  જેને  મળવું  છે  તેઓ  નહિ મળે
હું  થઈ ગયો  નિરાશ  કે  આશા  નહિ ફળે

પણ  એની  સાધનામાં  ભલે   જિંદગી ઢળે
મૃત્યુ   પછીની   લાખ   મૂલાકાત   માંગશું

શણગારવા  હૃદયને  એક  આઘાત  માંગશું
ભૂલે  ચૂકે   મળે   તો   મૂલાકાત   માંગશું

સ્વરઃ મહમદ રફી (૧૯૭૧)
રચનાઃ બદરી કાચવાલા
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]