[પાછળ]
હૃદય છલકાઈને મારું

હૃદય  છલકાઈને  મારું  તમારો  પ્યાર માગે છે
ભરેલા  જામ  જાણે  ખુદ  હવે પીનાર માગે છે

ન વર્તન જો ગમે મારું તો  તું વ્યવહાર રહેવા દે
જમાના  કેમ તું  હાથે  કરી  તકરાર  માગે  છે

ખરે છે  રોજ  તારાઓ  ભલા શાને ડગરમાંથી
કાયમ કોણ એવો  નિત્યનો  શણગાર  માગે છે

સહારો આંસુઓનો પણ હવે કૈલાસ ક્યાં બાકી
રુદનના કારણે દુનિયા ખુલાસા અપાર માગે છે

હૃદય  છલકાઈને  મારું  તમારો  પ્યાર માગે છે

રચનાઃ કૈલાસ પંડિત
સ્વરઃ મનહર ઉધાસ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]