[પાછળ]
નહિ મેલું રે

નહિ મેલું રે, તારા ફળિયામાં પગ નહિ મેલું
નહિ મેલું રે, તારા ફળિયામાં પગ નહિ મેલું
નહિ મેલું રે, તારા ફળિયામાં પગ નહિ મેલું

છો ને લાગ્યું છબિલા મને તારું ઘેલું
છો ને લાગ્યું છબિલા મને તારું ઘેલું

નહિ મેલું રે, તારા ફળિયામાં પગ નહિ મેલું

જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું  કંઠ  તારો  સાકરનો   કટકો

જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું  કંઠ તારો  સાકરનો   કટકો

છો ને  રૂપ હોય તારું  અલબેલું... અલબેલું
નહિ મેલું રે, તારા ફળિયામાં પગ નહિ મેલું

લાખ પોચું મન  છો ને દોડે  તારી વાંહે
આજ થકી હું તો નહિ આવું તારી પાંહે

તને  ગમતું ગવન પહેરું નહિ  મોર ચિતરેલું
નહિ મેલું રે, તારા ફળિયામાં પગ નહિ મેલું

સ્વરઃ આશા ભોસલે (૧૯૬૮)
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

ક્લીક કરો અને સાંભળોઃ

(નોંધઃ આ લોકપ્રિય ગીત ૧૯૬૮માં રચાયેલું મૂળ ગીત છે. અવિનાશભાઈએ આ ગીતમાં કેટલાંક ફેરફાર કરી મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના કંઠે ગવડાવી તેને નવા ગીત તરીકે ૧૯૮૩ના ચિત્રપટ ‘ચૂંદડીનો રંગ’માં રજૂ કર્યું હતું. એ નવું યુગલ ગીત ગીત-ગુંજન વિભાગમાં ૧૬૯ ક્રમાંક પર મૂકાયેલું છે.)

[પાછળ]     [ટોચ]