[પાછળ]
હવે દર્પણ લઈ આલ

મને વાળી,  મને ઝૂમખું,  મને  કુમકુમ  લઈ આલ્યું  મારા વાલમા
હવે દર્પણ લઈ આલ, મને દર્પણ લઈ આલ, મને દર્પણ લઈ આલ

મને દર્પણ લઈ આલ, હવે દર્પણ લઈ આલ, હવે દર્પણ લઈ આલ

મને બંગડી,  મને ઝાંઝર,  મને રૂમઝૂમ લઈ આલ્યું  મારા વાલમા
હવે દર્પણ લઈ આલ, મને દર્પણ લઈ આલ, મને દર્પણ લઈ આલ

હું  તો મેળામાં મ્હાલું,  મને  પોતાને  માણું
થોડી લચકાતી ચાલું, ગાઉં જોબનનું  ગાણું

મને લાલી,  મને લિપસ્ટીક. મને પાઉડર લઈ આલ્યું મારા વાલમા
મને દર્પણ લઈ આલ, હવે દર્પણ લઈ આલ, હવે દર્પણ લઈ આલ

હું તો મલકાતી જાઉં, તારા શમણામાં આવું
થોડી લજવાતી જાઉં, થોડી છલકાતી  જાઉં

મને સાડી,  મને સિંદલી,  મને મલમલ લઈ આલ્યું  મારા વાલમા
મને દર્પણ લઈ આલ, હવે દર્પણ લઈ આલ, હવે દર્પણ લઈ આલ

મારા  મનનો  તરંગ  આપે   ઉમંગ  મને
હું તો સખીઓની સંગ  દરવાને રાખું તને

મને વિંટી,  મને કડલા,  મને  સેન્ડલ  લઈ આલ્યાં  મારા વાલમા
મને દર્પણ લઈ આલ, હવે દર્પણ લઈ આલ, હવે દર્પણ લઈ આલ

મને વાળી,  મને ઝૂમખું,  મને  કુમકુમ  લઈ આલ્યું  મારા વાલમા
હવે દર્પણ લઈ આલ, મને દર્પણ લઈ આલ, મને દર્પણ લઈ આલ

સ્વરઃ સાધના સરગમ
ગીતઃ મહેશ શાહ
સંગીતઃ નવીન શાહ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]