[પાછળ]
મારે ક્યાં જાવું?

ગોઝારી ધરતીની ધારે, કાજળ કાળા અંધારે
જીવનવનની  આ  પગથારે, ક્યાં  જાવું  મારે

મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?  મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?
મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?  મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?

અણમોલું   જીવન   ધન   લઈ   હું   વનની   વાટ   વટાવું!
મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?  મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?

હોય  ભલે   વેરણ  વિધાતા   મારે   એના   થાવું!
દુઃખના ડુંગર દુનિયા માથે ત્યાં મારું દુઃખ શું ગાવું?

મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?  મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?

જીવનસાથીને  સથવારે  હું જીવન જંગે ઝૂકાઉં
કંટકછાયો પંથ ભલે હો હું જીવન જીવી બતાઉં

મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?
મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?
મારે ક્યાં જાવું ક્યાં ના જાવું?

સ્વરઃ ગીતા રોય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મંગળફેરા (૧૯૪૯)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]