[પાછળ]
હે મદારી આયો

હે હે હે હે હે.... મદારી આયો હે હે હે હે હે.... મદારી આયો મદારી ક્યાથી આયો? મદારી ક્યાંથી આયો? રાજકોટમાં રખડ્યો, ભરૂચમાં ભટક્યો લીંબડીમાં લટક્યો અને સુરતથી સટક્યો હું અમદાવાદ, અમદાવાદ અમદાવાદ આવીને અટક્યો હું અમદાવાદ આવીને અટક્યો પૂછો ક્યા લાયા? પૂછો પૂછો ક્યા લાયા? સુનો સુનો યે ક્યા હૈ? કબૂતર! કર દૂં ઉસકી કબૂતરી? નહિ, નહિ, મારા જેવી સુંદરી! બેસ બેસ વંતરી! હાં અબ દેખો ટોકરીકા કમાલ અડા ખડા લોહી ખડા સમસાનકા ભૂત ખડા ચલ જય કાલી કલકત્તેવાલી તેરા વચન ન જાય ખાલી અરે જો જાયે ખાલી તો કૌન કહે તૂઝે મહાકાલી? છૂ છૂ છૂ છૂ છૂ છૂ હે હે હે હે હે... મદારી આયો જાત જાતના જાનવર લાયો પાતાળના વામન લાયો, હરગની હૂર લાયો હે મદારી સંગ ખેલકૂદમાં વર્ષો વિત્યા સાથ એ નાની નીના મોટી થઈ રે ગંગા માની સાથ હે હે હે હે હે.... મદારી આયો આ મદારી, હું મદિરા કાચી ને કુંવારી હું તો કાચી ને કુંવારી ના મારો, ના મારો મને આંખ કટારી મને કાણિયાએ આંખ મારી મને લંગડાએ લાત મારી કાણિયાનું કરી નાખું કારેલું ને લંગડાની કરી નાખું લાપસી હો મને પજવે, હો મને લજવે મને પજવે, લજવે શેરી ચોકમાં, હું તો ગઈ હારી કાય કો ગઈ હારી, દેખ યે કટારી હાથ દઉં ઉતારી, હું મદારી, મદારી, મદારી કાચી કુંવારી, હું તો કાચી ને કુંવારી અરે નાચ, નહિ નાચેગા? મોંઘી મામીના સમ, રૂડી કાકીના સમ તારી માના, તારા બાપના, આ રતન વહુના સમ તાક ધીનાધીન તાક ધીનાધીન તાક ધીનાધીન ધીન ધીન તાક ધીનાધીન તાક ધીનાધીન તાક ધીનાધીન ધીન ધીન નાચ રે રતનિયા, નાચના પડેગા તાક ધીનાધીન તાક ધીનાધીન તાક ધીનાધીન ધીન ધીન નહિ નાચેગા તો તુઝે ખાને કો નહિ મિલેગા પીને કો નહિ મિલેગા તો ફિર તો ફિર કૈસે જિયેગા? નાચ રે રતનિયા નાચના પડેગા તાક ધીનાધીન તાક ધીનાધીન તાક ધીનાધીન ધીન ધીન બકરી પર બેસીને રંગીન રતનિયો રતન વહુને મળવા જાય માથે ટોપી વાંકડી, હાથમાં લાકડી સુથણું, અંગરખું સુહાય તાક ધીનાધીન તાક ધીનાધીન તાક ધીનાધીન ધીન ધીન તાક ધીનાધીન તાક ધીનાધીન ધીન ધીન ધીન ધીન બોલો રતન વહુ પ્રેમ કરેગી? નહિ કરેગી? રતનવહુ સાડી માગે રે, રતનવહુ સાડી માગે રે રતનવહુ પોલકું માગે રે બોલ રતનિયા, અરે મહોબત કરેગા? જી કરેગા અરે મજનુ બનકે મરેગા? નહિ મરેગા તો ફિર તેરા યહી કામ હૈ! નાચ રે રતનિયા, નાચના પડેગા તાક ધીનાધીન તાક ધીનાધીન ધીન ધીન ધીન ધીન રોતું છે મોઢું ને હસમુખ છે નામ ઉવાં, ઉવાં, ઉવાં, ઉવાં નામ જુઓ તો હિમ્મતભાઈ પણ બૈરીના ગુલામ રઘવાયો શાંતિભાઈ, ખપપટીઓ ધીરજભાઈ બધાંય આમ નહિ નામ કે ઠામ આ લંબુ લંગોટિયાની આંખો છે ઠગારી કાચી કુંવારી, હું તો કાચી ને કુંવારી આ મદારી, હું મદિરા કાચી ને કુંવારી, હું તો કાચી ને કુંવારી ના મારો, ના મારો મને આંખ કટારી

સ્વરઃ કિશોરકુમાર અને ઉષા મંગેશકર ગીતઃ અવિનાશ વ્યાસ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ સોનાનો સૂરજ (૧૯૭૮) ક્લીક કરો અને સાંભળોઃ નોંધઃ ગીતના પાઠ માટે સુરતના શ્રી હરીશ રઘુવંશીનો આભાર
[પાછળ]     [ટોચ]