કંકોતરી પ્રણયની પારખુ દૃષ્ટિ અગર તમને મળી હોતે તમે મારી છબી ભીંતે નહિ દિલમાં જડી હોતે કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે એને પસંદ છો હું નથી શાયરી તો છે વરસો પછી આ બેસતા વરસે હે દોસ્તો બીજું તો ઠીક એમની કંકોતરી તો છે (અમૃત ‘ઘાયલ’) * * * મારી એ કલ્પના હતી કે વીસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઈ ખાતરી મને ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે કંકોતરીમાં રૂપ છે શોભા છે રંગ છે કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ જાણે ગુલાબી એના વદનના જવાબ સમ રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ જાણે કે પ્રેમકાવ્યોની કોઈ કિતાબ સમ જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી સિરનામું મારું કીધું છે ખુદ એના હાથથી ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને છે એને ખાતરી કે હું આવું નહિ કદી મારી ઉપર સભાને હસાવું નહિ કદી દીધેલ કોલ યાદ અપાવું નહિ કદી મુજ હાજરીથી એને લજાવું નહિ કદી દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને કંકોતરીથી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે જ્યારે ઉઘાડી રીતે ના કંઈ પ્યાર થાય છે ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી તકદીરનું લખાણ છે કંકોતરી નથી ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને કાગળનો એક કટકો છે જોવામાં એમ તો ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો સુંદર સળંગ રમ્ય છે શોભામાં એમ તો છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો કોમળ વદનમાં એના ભલે છે હજાર રૂપ મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને એને ભલેને પ્રેમથી જોયા નહિ કરું વાચન કરીને દિલ મહીં ચીરા નહિ કરું સંયમમાં હું રહીશ બળાપા નહિ કરું આવેશમાં એ ફૂલના કટકા નહિ કરું આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં ‘લીલા’ના પ્રેમ પત્રમાં એને મુકામ દઉં ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને આસિમ હવે વાત ગઈ રંગ પણ ગયો તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો હાથોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું એ પારકી બની જશે હું એનો એજ છું ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને સ્વરઃ મનહર ઉધાસ રચનાઃ જનાબ આસિમ રાંદેરી ક્લીક કરો અને સાંભળોઃ
|