[પાછળ]
રસ્તો આ ક્યાં જાય છે

કિસ્મત ફૂટ્યું ને  દિલ તૂટ્યું  હાય  વિધાતા  હાય
જ્યાં હરિશ્ચન્દ્ર જેવો સતવાદી ભર રસ્તામાં વેચાય

રસ્તો આ ક્યાં જાય છે મુજને ખબર નથી
રસ્તો આ ક્યાં જાય છે મુજને ખબર નથી

મને મારું સ્વજન કોઈ મળ્યું નહિ ઘરથી કબર સુધી
રસ્તો આ ક્યાં જાય છે મુજને ખબર નથી

ધરમ કહો કે કરમ કહો મેં સજા ભોગવી લીધી છે
ધરમ કહો કે કરમ કહો મેં સજા ભોગવી લીધી છે
જાણીબૂઝીને  ઝેરની  પ્યાલી  પેટ ભરીને પીધી છે

સાચું ખોટું પારખવાની દુનિયાને નજર નથી
રસ્તો આ ક્યાં જાય છે   મુજને ખબર નથી

હું એક અભાગી એવો છું   હું એક અભાગી એવો છું
સૌની નજરથી પડી ગયો
હું એવો પાપી પરખાયો બરબાદ કર્યું જેને અડી ગયો

જેનું ભાગ્ય રુઠ્યું એને
મોત વિના હવે બીજી સફર નથી
રસ્તો આ ક્યાં જાય છે મુજને ખબર નથી
રસ્તો આ ક્યાં જાય છે મુજને ખબર નથી

મોત વિના હવે બીજી સફર નથી
મોત વિના હવે બીજી સફર નથી
મોત વિના હવે બીજી સફર નથી

સ્વરઃ મહેન્દ્ર કપૂર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મારી બેના (૧૯૮૦)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]