મારો મામો મેહાણાનો
મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી
મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી
કોઈ લઈ લો મારો ગજરો
કોઈ લઈ લો મારો મોગરો હું ફૂલોની શા'જાદી
હો ઓ ઓ ચંપકભાઈ, અરે ઓ મોહનભાઈ
આ ગજરાબાઈને ગજરો ઘાલવા ગજરો જાવ લઈ
અરે ઓ કાંતિભાઈ, હાય શાંતિભાઈ
આ પાલનપુરનો ચંપો છેક મહેકે છે મુંબઈ
બોલો આ ખાડીયાની છોકરીયું તો દાદાની પણ દાદી
કોઈ લઈ લો મારો ગજરો હું ફૂલોની શા'જાદી
મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી
ઓ વાંકી ટોપીવાળા તમે લાગો સુરતી લાલા
એ લુંગીવાળા બુન શું હેંડ્યા થઈ લટકાળા
ઓ વાંકી ટોપીવાળા
મારો ગુલાબ કેરો ગોટો જેનો દુનિયામાં નહિ જોટો
અરે માલ મજાનો, એક જ આનો
અમથા સૌ અમદાવાદીને કહેતા હરામજાદી!
કોઈ લઈ લો મારો ગજરો
કોઈ લઈ લો મારો મોગરો હું ફૂલોની શા'જાદી
મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી
આ બાર આનામાં બોરસલી ને ચંપાના ચાર આના
અલ્યા કેમ સિસોટી મારે છે પીટી નાખીશ તારી માના
અરરરરરર
આ લેજો રાતરાણી જેની બૈરી હોય માંદી
કોઈ લઈ લો મારો ગજરો
કોઈ લઈ લો મારો મોગરો હું ફૂલોની શા'જાદી
(આ ગીતના સાચા પાઠ માટે સુરતના
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર)
સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ સંતુ રંગીલી (૧૯૭૬)
ક્લીક કરો અને સાંભળોઃ
|