[પાછળ]
શમણું છે સંસાર

શમણું છે સંસાર, શમણું છે સંસાર
શમણું છે સંસાર, શમણું છે સંસાર
શમણું છે સંસાર

આથમી જાશેડગમગતી ઓલી તારલિયાની હાર
શમણું છે સંસાર, શમણું છે સંસાર

મેઘધનુષના રંગે રમતી વર્ષા કેરી ધાર
મેઘધનુષના રંગે રમતી વર્ષા કેરી ધાર
કોઈ ના જાણે વાદળ ઓથે
કોઈ ના જાણે વાદળ ઓથે છૂપાયો અંધાર
શમણું છે સંસાર, શમણું છે સંસાર

જીવન વનની ડાળે ડાળે
જીવન વનની ડાળે ડાળે ખીલી ફૂલની બહાર
જીવન વનની ડાળે ડાળે ખીલી ફૂલની બહાર
વિનાશનો વીંઝણલો વાશે
વિનાશનો વીંઝણલો વાશે તૂટશે તનનો તાર

શમણું છે સંસાર, શમણું છે સંસાર
શમણું છે સંસાર, શમણું છે સંસાર
 
સ્વરઃ મુકેશ
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ ભક્ત તુલસીદાસ (૧૯૫૧)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]