વન રે વગડાની મોઝાર
વન રે વગડાને મોઝાર
નમણી નાની નાની નાર
જાતી પનઘટને પગથાર
ભરવા પાણી રે
ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે
વગડો લૂંટે રૂપની લ્હાણ
ઘૂમતી ગાગર ગાતી ગાન
અંગે યૌવનના એંધાણ
ભરવા પાણી રે
ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે
કોઈની ગાગર છલકાય
કોઈનું મુખલડું મલકાય
ગાગર માથે વીંટી દોર
ભીંજે સાળુડાની કોર
આછો આછો રૂપનો તોર
ભરવા પાણી રે
ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે
પેલા ડુંગરાની કોર
મારા ચિત્તડાનો ચોર
મીઠું મીઠું બોલે મોર
ભરવા પાણી રે
ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે
વન રે વગડાને મોઝાર
નમણી નાની નાની નાર
જાતી પનઘટને પગથાર
ભરવા પાણી રે
ઘેરો ઘેરો ઓ ઘેરો ઘેરો ઘૂંઘટડો તાણી રે
સ્વરઃ ગીતા રોય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ પરણેતર (૧૯૫૧)
ક્લીક કરો અને સાંભળોઃ
જો આપને ૧૯૫૧નું આ ગીત ગમ્યું
હોય તો ૧૯૫૩નું ભરત વ્યાસ રચિત
આ હિન્દી ગીત પણ સાંભળવું ગમશેઃ
|