[પાછળ]
આવી એણે મદભર નયણે

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                 

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                 

હૈયું  ઘેલું હાથ રહે ના  રહે ના મારા કે'ણે,
ઘડી ઘડી એ ગૂંજી રહે છે એક જ તારા વેણે.

શેણે?  તું એ હું,
હું એ તું, તું એ હું.

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                 

ઘટા પ્રેમની છટાભરી જો સજની આજ છવાઈ,
મનના મોરો ટહુકી દેતા આજે એક વધાઈ.

તું એ હું, હું એ તું,
તું એ હું.     

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                 

પ્રીત તણી ઓ પ્રીતમ તારી મધુરી વીણા વાગી,
ઝનનઝનન મુજ ઝાંઝર ઝમક્યાં દિલડું બોલે જાગી.

શું?   તું એ હું,
હું એ તું, તું એ હું.

આવી એણે મદભર નયણે કહ્યું કાનમાં શુ એવું?
હું ને તું; તું ને હું.                 

સ્વરઃ મીના કપૂર અને મુકેશ
ગીતઃ પ્રહ્લાદ પારેખ
સંગીતઃ અજિત મરચન્ટ
ચિત્રપટઃ લગ્નમંડપ (૧૯૫૦)

આ ગીતના સાચા પાઠ માટે સુરતના
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]