[પાછળ]
સરવરના ઘાટ માથે

સરવરના ઘાટ  માથે  પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ  મીઠી વાત રે

રઢીયાળી રાત માથે તારલાની ભાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ  મીઠી વાત રે

નાવલિયા તને નિરખી  મારે  નૈને  નર્તન જાગે
ઉરના સથવારે ઓ સજની વીણા હૃદયની વાગે

હાથોમાં હાથ સાથે મનને ગમતો નાથ રે
હાલ્ય મારા વાલમા
કરીએ  મીઠી,  ઓ કરીએ  મીઠી વાત રે

દૂર  દૂર  ડુંગરની  કોરે  ટહુકે  મીઠો  મોર
ટહુકે જીવનવનમાં કોયલ કાળજડાની  કોર

વગડાની  વાટ  માથે  હીંડોળા ખાટ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ  મીઠી વાત રે

સરવરના  ઘાટ માથે  પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ  મીઠી વાત રે

સ્વરઃ આશા ભોસલે અને એ.આર. ઓઝા
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ પરણેતર (૧૯૫૧)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]