નિયમ છે આ જગતનો નિયમ છે આ જગતનો આપીને કંઈ જવાનો! લાવ્યો હતો શું સાથે? લઈને પણ શું જવાનો? વીતી જશે રે જીવન, જડશે ના દરિયો સુખનો, આનંદ છે અનેરો આપીને કંઈ જવાનો! લઈને ભૂલે છે માણસ આભાર માનવાનો વારો હવે છે તારો આપીને બસ જવાનો! મિથ્યા છે પાઠ પૂજા! મતલબ શું જાતરાનો? હૈયે દયા નથી તો આપી પણ શું જવાનો? વિનંતી છે સાદ સુણજો ભૂખી એ આંતરડીનો આતમ જગાડો દીવડો આપીને કંઈ જવાનો! સ્વરઃ સોલી કાપડીયા ગીત-સંગીતઃ સિદ્ધાર્થ દોશી ક્લીક કરો અને સાંભળોઃ
|