[પાછળ]
ચલક ચલાણું

ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?

અડકો દડકો ઊર થડકો બાવો બોલ્યો ઘર માંડ
લે...                        
અડકો દડકો ઊર થડકો બાવો બોલ્યો ઘર માંડ
હું શું જાણું મન મૂંઝાણું, હું શું જાણું મન મૂંઝાણું

અમે કીંયા ઉતારા કરીયે રાજ?
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?

અમે કીંયા ઉતારા કરીયે રાજ?
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?

ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?

બોલ ચકોરી, બોલ બોલ બોલ ચકોરી
પ્રેમ કટોરી પાવા આવ્યો
અરે બોલ ચકોરી
પ્રેમ કટોરી પાવા આવ્યો, મોઢે માંડ

અરે માણી લેને આવ્યું ટાણું
અરે માણી લેને આવ્યું ટાણું

તમે આવો મારે મંદિરીયે રાજ
ચલક ચલાણું આ ઘેર ભાણું!
ચલક ચલાણું આ ઘેર ભાણું!

તમે આવો મારે મંદિરીયે રાજ
ચલક ચલાણું આ ઘેર ભાણું!
ચલક ચલાણું આ ઘેર ભાણું!

ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?

ચલમ ચિપીયો ટીલાં ટપકાં, જોગ જટા ને દાઢી
ચલમ ચિપીયો ટીલાં ટપકાં, જોગ જટા ને દાઢી

આ તારી દાઢી  હા હા હા
કાઢી નાખ!  કેમ?
ભૂત ભરાણું આ તો આ તો ભૂત ભરાણું!

હું ભોળી ને ભરમાણી રાજ
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?

લો...  હાંભળો...

હું ભોળી ને ભરમાણી રાજ!
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?

ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?

ભગવા કપડાં ફાડી નાખું, અરે ભગવા કપડાં ફાડી નાખું
માળા કમંડળ તોડી નાખું, અરે માળા કમંડળ તોડી નાખું

ફોડી નાખું તોડી નાખું, ફોડી નાખું તોડી નાખું
તોડી નાખું ફોડી નાખું, ફોડી નાખું તોડી નાખું
અરે ભાંગી નાખું ચંદનભાણું, ભાંગી નાખું ચંદનભાણું

અમે સમજીને સલવાણા રાજ
ચલક ચલાણું આ ઘેર ભાણું!
ચલક ચલાણું આ ઘેર ભાણું!

ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
ચલક ચલાણું આ ઘેર ભાણું !
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?
ચલક ચલાણું આ ઘેર ભાણું !

કીયે ઘેર ભાણું? આ ઘેર ભાણું!
કીયે ઘેર ભાણું? આ ઘેર ભાણું!

સ્વરઃ ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર
ગીતઃ ભગુભાઈ રોહડિયા
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ સોના ઈંઢોણી રૂપા બેડલું (૧૯૭૯)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]