રે હંસા હાલો રે રે હંસા... હાલો રે હેતુને ઉતારે જીવતરના ગાડાની ધરી થઈ હરિ તો રહેશે હારે મનડામાં બાંધ્યા છે મોહન આશા કેરા માળા સંતાડી અંતરમાં શ્રદ્ધા ખોલજે એના તાળાં સુખ દુઃખના મારગ પર એને જગદીશ તો રહેશે હારે રે હંસા... હાલો રે હેતુને ઉતારે, હાલો રે હેતુને ઉતારે ડગલે ડગલે વાગે છે અહીં ભાવિના ભણકારા કરમને ચોપડે કરજે વ્હાલા થોડાં ઉછી-ઉધારા હજી નથી મન ગયું રે થાકી ને બાકી તું છો ને હારે રે હંસા... હાલો રે હેતુને ઉતારે, હાલો રે હેતુને ઉતારે સ્વર અને સંગીતઃ દિલીપ ધોળકીયા ગીતઃ કેશવ રાઠોડ ચિત્રપટઃ સતના પારખા (૧૯૭૬) ક્લીક કરો અને સાંભળોઃ
|