[પાછળ]
અમે ટાન્ઝાનિયાના ગુજરાતી

ગુજરાતી, ગુજરાતી, અમે ટાન્ઝાનિયાના ગુજરાતી
ગુજરાતી, ગુજરાતી, અમે ઈસ્ટ આફ્રિકાના રહેવાસી

જામ્બો જામ્બો બ્વાના હબારી ગાની મ્ઝુરી સાના
કીસ્વાહિલી ભાષા અમારી કીસ્વાહિલીમાં બોલિયે
જામ્બો બ્વાના હબારી ગાની મ્ઝુરી  સાના  રહીયે
            અમે ન્ઝુરી  સાના  કહિયે

ગુજરાતી, ગુજરાતી, અમે ટાન્ઝાનિયાના ગુજરાતી
ગુજરાતી, ગુજરાતી, અમે ઈસ્ટ આફ્રિકાના રહેવાસી

જામ્બો જામ્બો બ્વાના હબારી ગાની મ્ઝુરી સાના
ક્રિસમસ ઈદ દિવાળી મનાવીયે ન્ગોમા જોવા જઈએ
બૈસાખીના ભાંગડા બલ્લેબલ્લે દાંડીયા ગરબા રચીયે
             અરે હસતા ગાતા રહીયે

ગુજરાતી, ગુજરાતી, અમે ટાન્ઝાનિયાના ગુજરાતી
ગુજરાતી, ગુજરાતી, અમે ઈસ્ટ આફ્રિકાના રહેવાસી

જામ્બો જામ્બો બ્વાના હબારી ગાની મ્ઝુરી સાના
ગુજરાતી ખાય સ્પેશ્યલ થાલી ખાય મીક્ષ ઝાંઝીબારી
મિઠાઈ ને પીત્ઝા ભાવે અમને ભાવે મહારાગેના વાલી
               અરે ખીચડી કાઠિયાવાડી

ગુજરાતી, ગુજરાતી, અમે ટાન્ઝાનિયાના ગુજરાતી
ગુજરાતી, ગુજરાતી, અમે ઈસ્ટ આફ્રિકાના રહેવાસી

જામ્બો જામ્બો બ્વાના હબારી ગાની મ્ઝુરી સાના
ગુજરાતી મિકેનિક છે ને કોઈ છે મ્વાના ઉજેન્ઝી
કોઈ છે દેરેવા વા ટેક્સી કોઈ છે  સારા મ્ચોરાજી
             અરે કોઈ છે મોટા વ્યાપારી

ગુજરાતી, ગુજરાતી, અમે ટાન્ઝાનિયાના ગુજરાતી
ગુજરાતી, ગુજરાતી, અમે ઈસ્ટ આફ્રિકાના રહેવાસી

જામ્બો જામ્બો બ્વાના હબારી ગાની મ્ઝુરી સાના
ટાન્ઝાનિયાની ન્ચી યા અમાની ટાન્ઝાનિયાની ન્ચી યેતુ
ટાન્ઝાનિયાની મ્ઝુરી સાના ટાન્ઝાનિયા વી  લવ  યુ
                ટાન્ઝાનિયા ટુનાકુ પેન્ડા

ગુજરાતી, ગુજરાતી, અમે ટાન્ઝાનિયાના ગુજરાતી
ગુજરાતી, ગુજરાતી, અમે ઈસ્ટ આફ્રિકાના રહેવાસી
જામ્બો જામ્બો બ્વાના હબારી ગાની મ્ઝુરી સાના

સ્વરઃ જિતેન
ગીત-સંગીતઃ સુજિત ભોજક

ક્લીક કરો અને સાંભળોઃ

દારેસ્સલામના રહેવાસી
સુજિત ભોજકનું સરનામું આ પ્રમાણે છેઃ

Sujit Bhojak Creative Director Aquarius Advertising Limited Sewa Street P.O.Box 4091 Dar-es-Salaam TANZANIA Tel: +255 22 2115160 Mob: +255 75 4373733 Fax: +255 22 2115160

[પાછળ]     [ટોચ]