[પાછળ]
વેરી થઈને પેલો ચાંદલિયો

વેરી થઈને... પેલો ચાંદલિયો ચમકે, હે મારું હૈયું ધબકે ઘૂંઘટડામાં... ઘૂંઘટડામાં... રૂપયૌવનની દામિની દમકે કર્ણપ્રિય કંકણનો રણકો રણકે કર્ણપ્રિય કંકણનો રણકો રણકે પેલો ચાંદલિયો ચમકે, હે મારું હૈયું ધબકે વેરી થઈને... વેરી થઈને, વેરી થઈને ઊગ્યો ચાંદલિયા ઊગ્યો ઊગ્યો રહેજે વેરી થઈને, વેરી થઈને ઊગ્યો ચાંદલિયા ઊગ્યો ઊગ્યો રહેજે સહિયર તારી રાતલડીને આટલું જરી કહેજે વહેલી ના વહી જાય કોઈ તરસ્યું ના રહી જાય વહેલી ના વહી જાય કોઈ તરસ્યું ના રહી જાય જુગ જુગ તરસી સારસ જોડી ભવ તરતી થઈ ભટકે પેલો ચાંદલિયો ચમકે હે મારું હૈયું ધબકે વેરી થઈને... પેલો ચાંદલિયો ચમકે હે મારું હૈયું ધબકે વેરી થઈને...

સ્વરઃ સુલોચના કદમ અને મુકેશ ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ ભક્ત તુલસીદાસ (૧૯૫૧) આ ગીતના સાચા પાઠ માટે શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]