[પાછળ]


હર હર મહાદેવનો જય

દેવોમાં તું મહાદેવ તારો મહિમા અપરંપાર
દેવોમાં તું મહાદેવ તારો મહિમા અપરંપાર

ભવ્ય ભાલ  પર ચંદ્ર  જટાથી  વહે ગંગની ધાર
મહિમા અપરંપાર શંભુ તારો મહિમા અપરંપાર
મહિમા અપરંપાર શંભુ તારો મહિમા અપરંપાર

હર   હર   મહાદેવનો... જય
બમ બમ ભોલાનાથનો... જય

ભસ્મ  અંગ પર  ત્રિશૂલ  ધર  કર  મૂંડમાળધારી
નીલકંઠ વ્યાઘ્રાંબર ઓપે, નીલકંઠ વ્યાઘ્રાંબર ઓપે
જય  હે  ત્રિપુરારિ!
ઓ     ભોળાનાથ!
જય હો ભોળાનાથ!

હે ભવભંજન અલખનિરંજન જગના પાલનહાર
હે ભવભંજન અલખનિરંજન જગના પાલનહાર

ભવ્ય  ભાલ પર ચંદ્ર  જટાથી  વહે ગંગની ધાર
મહિમા અપરંપાર શંભુ તારો મહિમા અપરંપાર

હર   હર   મહાદેવનો... જય
બમ બમ ભોલાનાથનો... જય

સૃષ્ટિને અમૃતરસ રેલે દેવોમાં તું મહાન
॥ ૐ નમઃ શિવાય ॥
॥ ૐ નમઃ શિવાય ॥

સૃષ્ટિને અમૃતરસ રેલે દેવોમાં તું મહાન
તારા આ દરબારમાં
તારા આ દરબારમાં રાજા રંક જ એક સમાન
ઓ...    ભોળાનાથ!     જય હો ભોળાનાથ!

સ્વરઃ મહમદ રફી
ગીતઃ ભરત વ્યાસ
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ સતી જસમા ઓડણ (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]