આપણે જ્યારે જીવનમાં કેટલા હસમુખ હતા ને કેવા દિવાના હતા આપણે જ્યારે જીવનમાં એક બીજાના હતા મંદિરો ને મસ્જિદોમાં જીવ ક્યાંથી લાગશે? રસ્તે રસ્તે જ્યાં સફરમાં એના મયખાના હતા આપને યાદ આવે તો મને યાદ આપજો મારે શું કહેવું હતું? શું આપ કહેવાના હતા? કેટલું સમજાવશે એ લોકને તું પણ અદી તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા? સ્વર અને સંગીતઃ મનહર ઉધાસ રચનાઃ અદી મિર્ઝા ક્લીક કરો અને સાંભળોઃ
|