[પાછળ]
દર્દને ગાયા વિના રોયા કરો

દર્દને  ગાયા  વિના  રોયા કરો  પ્રેમમાં  જે  થાય છે  જોયા કરો
બીક લાગે  કંટકોની  જો સતત   ફૂલને  સુંઘો નહિ  જોયા  કરો
કેમ આવ્યા આ જગે રડતા તમે? જિંદગી આખી હવે રોયા કરો
લ્યો હવે કૈલાસ ખુદને કાંધ પર રાહ સૌની ક્યાં સુધી જોયા કરો

સ્વરઃ ઓસમાણ મીર
રચનાઃ કૈલાસ પંડિત

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]