લાડકડી દીકરી સૌને જરૂર દેજો, હે રાંદલ મા!
ઢોલ શરણાયું સઘળાં પુરમાં વગડાવો
મંગળ ગીત રૂડાં આજે ગવડાવો
દીકરી તો વહાલનો દરિયો કહેવાય છે
દીકરીના પગલે ઘરમાં લક્ષ્મી ઊભરાય છે
મીઠાઈ મંગાવો અને મેવા વહેંચાવો
સગા સંબંધીને દ્યો આનંદનો લહાવો
દીકરી તો વહાલનો દરિયો કહેવાય છે
દીકરીના પગલે ઘરમાં લક્ષ્મી ઊભરાય છે
જોશી બોલાવો અને જોશ જોવડાવો
વહાલી દીકરીના રૂડાં નામ પડાવો
દીકરી તો વહાલનો દરિયો કહેવાય છે
દીકરીના પગલે ઘરમાં લક્ષ્મી ઊભરાય છે
કાલું કાલું બોલશે ને પગલાં રે પાડશે
હસતું રે મુખડું દીકરી સૌને દેખાડશે
દીકરી તો વહાલનો દરિયો કહેવાય છે
દીકરીના પગલે ઘરમાં લક્ષ્મી ઊભરાય છે
ઘણી ઘણી ખમ્મા રાંદલ દેવીને કહેજો
લાડકડી દીકરી સૌને જરૂર દેજો
દીકરી તો વહાલનો દરિયો કહેવાય છે
દીકરીના પગલે ઘરમાં લક્ષ્મી ઊભરાય છે
સ્વરઃ મીનાબહેન પટેલ
ક્લીક કરો અને સાંભળોઃ
|