કર્મની ગત કોણે જાણી? લખ્યા લલાટે લેખ વિધિના કોણ શક્યું છે જાણી? કોટિ કરો ઉપાય ટળે નહિ શું રાજા? શું રાણી? કર્મની ગત કોણે જાણી? કર્મની ગત કોણે જાણી? લવકુશનું પારણું ઝુલાવે વનમાં વાલ્મિક મુનિ કર્મની ગત કોણે જાણી? કર્મની ગત કોણે જાણી? મૃગ સોનાનો નથી જગતમાં છતાં સતીની મતિ મુંઝાણી ભૂલી ગયા રઘુકુલ શ્રીરાઘવ ને જાનકી હરાણી! કર્મની ગત કોણે જાણી? કર્મની ગત કોણે જાણી? માટી ઘડ્યે રમકડે રમતા રતન દડે રમનારા સૂર્યવંશી નૃપના કુંવરોની એવી કરુણ કહાણી કર્મની ગત કોણે જાણી? કર્મની ગત કોણે જાણી? સ્વરઃ મહમદ રફી ગીતઃ દુષ્યંત જોગીશ સંગીતઃ વસંત દેસાઈ ચિત્રપટઃ મોટી બા (૧૯૬૬) ક્લીક કરો અને સાંભળોઃ
|