[પાછળ]
એક રાત હતી

એક રાત હતી, એક રાત હતી, એક રાત હતી અધૂરપ નો'તી અંધકારની, તારકની ઠકરાત હતી એક રાત હતી ઊંચેથી આભ ઉતરતું'તું સમંદરમાં જઈ ઉભરતું'તું વિનાશમાંથી સર્જનઘેલાં શમણાંની શરૂઆત હતી એક રાત હતી, એક રાત હતી, એક રાત હતી અધૂરપ નો'તી અંધકારની, તારકની ઠકરાત હતી એક રાત હતી, એક રાત હતી, એક રાત હતી ચોતરફ બધું સુમસામ હતું ને હાથ મહીં સુકાન હતું ઘોર તૂફાન મહીં તરવાની અંતરમાં તાકાત હતી એક રાત હતી, એક રાત હતી, એક રાત હતી અધૂરપ નો'તી અંધકારની, તારકની ઠકરાત હતી એક રાત હતી એક રાત હતી, એક રાત હતી, એક રાત હતી

સ્વરઃ ગીતા દત્ત ગીતઃ જયંત પલાણ સંગીતઃ ભાસ્કર વોરા આલ્બમ "ગીતા દત્ત - ગુજરાતી ગીતો" (૧૯૭૧) ગ્રામોફોન રેકોર્ડ નં. 7EPE 1535 ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]