સુકાની જા તું સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી સૂકો સાગર પડ્યો અહીં તીર કે મંઝધાર નથી છતાં તોફાન ઊઠે આગ ને ધૂળના તરંગે બેઠો તું તોય મને કોઈનો આધાર નથી કોઈ તાર્યા હશે સંસાર સિંધુ માંહીથી તેં અહીં પાણી નથી કોઈ નથી સંસાર નથી સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી એક મૂદતે મને વિશ્વાસ ન જ્યાં હોય ખરો તે જ સંસાર ખરો હોય બીજો કોઈ સાર નથી અહીં સંસાર નથી ને મહા કંકાસ થયો ભલે તું તાર ભલે માર એ વિચાર નથી સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી સ્વરઃ તલત મહેમુદ ગીત-સંગીતઃ ‘નિનુ મઝુમદાર (૧૯૫૨) ક્લીક કરો અને સાંભળોઃ
|