તારે થાવું કયા મોરલાની ઢેલ
તારે થાવું કયા મોરલાની ઢેલ? કે'ને નમણી નાગરવેલ!
વૃદ્ધ આ છે વડલો, આ ચંપાનો છોડ!
કોના થાવાના તારે હૈયે છે કોડ?
તારી રેલવશે ક્યાં તું રસરેલ? કે'ને નમણી નાગરવેલ!
જડ થડ શું વડલાનું જીવનમાં શોભશે?
ચંપો ડોલરિયો થઈ તુજ સંગે ડોલશે!
તારા જીવનની આંટી ઉકેલ! કે'ને નમણી નાગરવેલ!
ગાગરમાં સ્નેહ કેરો સાગર છલકાવી
પનઘટને પગથારે મુખડું મલકાવી
તું ભરશે કયા પાણીડાંની હેલ? કે'ને નમણી નાગરવેલ!
તારે થાવું કયા મોરલાની ઢેલ? કે'ને નમણી નાગરવેલ!
સ્વરઃ નલિની જયવંત
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ વારસદાર (૧૯૪૮)
ક્લીક કરો અને સાંભળોઃ
આ ગીતની અલભ્ય રેકોર્ડ (N-15594)ની
ઓડિયો ક્લીપ અને સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
|