જરા આંખ મીચું તો છો તમે તમે મારા થયા ના તો યે શું શું ના થયું મુજ પર અગર મારા થયા હોતે તો શું શું થાત શું જાણે? જરા આંખ મીચું તો છો તમે ને ઉઘાડું આંખ તો ખ્વાબ છે જો સ્પર્શી લઉં તો છે કંટકો ને ચૂમી લઉં તો ગુલાબ છે મારા ભાગ્યને હું વધાવી લઉં મારી જિંદગીને લુંટાવી દઉં બની શબ્દ તું જો લખાય તો હજુ દિલની કોરી કિતાબ છે જરા આંખ મીચું તો છો તમે તારી ઉડતી લટના વમળ મહીં મારી સઘળી ઉર્મિ ફસી પડી હવે કેમ એને જુદી કરું મારા દિલનો એમ હિસાબ છે જરા આંખ મીચું તો છો તમે બે હૃદય મળે એવું ચાહો તો મારા સીધો સાદો સવાલ છે હું સવાલરૂપે ભ્રમર બનું તું કમળ બને તો જવાબ છે જરા આંખ મીચું તો છો તમે ને ઉઘાડું આંખ તો ખ્વાબ છે જો સ્પર્શી લઉં તો છે કંટકો ને ચૂમી લઉં તો ગુલાબ છે જરા આંખ મીચું તો છો તમે સ્વરઃ મનહર ઉધાસ રચનાઃ બદરી કાચવાલા સંગીતઃ સુરેશકુમાર ચિત્રપટઃ માડી મને કહેવા દે (૧૯૬૮) ક્લીક કરો અને સાંભળોઃ
|