[પાછળ]
જિંદગી છે દિલ્લગી

જિંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જિંદગી
જિંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જિંદગી
જિંદગી છે દિલ્લગી

તું સાથ હો તો જિન્દગી દિલ્લગી
તું સાથ હો તો જિન્દગી જિન્દગી

દેવસુના મંદિરે  શું પ્રાર્થના?  શું બંદગી?
દેવસુના મંદિરે  શું પ્રાર્થના?  શું બંદગી?

જિંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જિંદગી
જિંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જિંદગી

આ આંખડી...     આ આંખડી...
રહેતી સદા આંસુભરી આંસુભરી

ફૂલપાંખડી...      ફૂલપાંખડી...
મ્હેકે સદા સુવાસમાં પ્રીતિભરી

જિંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જિંદગી
જિંદગી છે દિલ્લગી

જ્યાં આંખથી આંખો મળી ત્યાં પ્રેમને પાંખો મળી
જ્યાં આંખથી આંખો મળી ત્યાં પ્રેમને પાંખો મળી

પ્રેમ કેરાં પંખીડાની પ્રેમ કેરાં પંખીડાની
પ્રેમની આશા ફળી  પ્રેમની આશા ફળી

જગ પણ લેશે વાત પીછાણી
અમર  પ્રેમની  થાશે  લ્હાણી
જગ પણ લેશે વાત પીછાણી
અમર  પ્રેમની  થાશે  લ્હાણી

ખીલી જશે દિલની કળી ખીલી જશે દિલની કળી
ગીત ગવાશે ગલી ગલી  ગીત ગવાશે ગલી ગલી

જિંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જિંદગી
જિંદગી છે દિલ્લગી

સ્વરઃ એ.આર. ઓઝા અને ગીતા રોય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નણંદ ભોજાઈ (૧૯૪૮)

ક્લીક કરો અને સાંભળોઃ

આ ગીતના સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર

*	*	*	*

નિર્માતા-દિગ્દર્શક રતિભાઈ પુનાતરનું
‘નણંદ-ભોજાઈ’ ચિત્રપટ ગુજરાતી અને હિન્દી
બન્ને ભાષામાં ઉતારવામાં આવ્યું હતું. 
હિન્દી આવૃત્તિમાં આ ગીત એ.આર. ઓઝા
અને ગીતા રોયના સ્વરમાં આ પ્રમાણે
રજૂ કરવામાં આવ્યું હતું –

[પાછળ]     [ટોચ]