[પાછળ]
કડકાબાલીસ કરે બૂટપાલિશ

કડકાબાલીસ   કડકાબાલીસ
કડકાબાલીસ કરે બૂટપાલિશ

કેળવણીની કરી કચૂંબર  બી.એ. થયો બેકાર
ધંધો આ છે રોકડીઓ  ભાઈ  ધંધો  આ  છે
ધંધો આ છે રોકડીઓ ભાઈ એમાં નો ઉધાર

કડકાબાલીસ   કડકાબાલીસ
કડકાબાલીસ કરે બૂટપાલિશ

કરી કરી ને  નો  કરી માર્યાં  મસ્કા પાલિશ
કારકુની કરવા કાજે મળતા રૂપિયા ચાલીશ

કડકાબાલીસ   કડકાબાલીસ
કડકાબાલીસ કરે બૂટપાલિશ

જાત  મહેનત ઝીંદાબાદ  જાત મહેનત ઝીંદાબાદ
આજ કરી લે લખ્યું લલાટે  વેર પછી હું  વાળીશ

કડકાબાલીસ   કડકાબાલીસ
કડકાબાલીસ કરે બૂટપાલિશ

બૂટપાલિશ બૂટપાલિશ બૂટપાલિશ બૂટપાલિશ
જાત મહેનત ઝીંદાબાદ જાત મહેનત ઝીંદાબાદ

સ્વરઃ હરસુખ કીકાણી
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ વારસદાર (૧૯૪૮)

ક્લીક કરો અને સાંભળોઃ


આ ગીતની અલભ્ય રેકોર્ડ
(N-15594)ની ઓડિયો ક્લીપ
અને  સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
 
[પાછળ]     [ટોચ]