[પાછળ]
સોણલાંમાં દીઠો સલૂણો

નાચે હૈયું ને તાલ નાચે  ઝાંઝર મોરા બાજે રે
નાચે હૈયું ને તાલ નાચે  ઝાંઝર મોરા બાજે રે

શું થયું ?  કહે તો ખરી?

સોણલામાં દીઠો સલૂણો સાહેલી મેં તો આજે રે
સોણલામાં દીઠો સલૂણો સાહેલી મેં તો આજે રે

શું હતું એ સલૂણાંનું રૂપ?

ચંદન સરોવરના રાતા કમળ જેવા               
              લોચનિયા  લાલ  મારા પ્રાણના
ચંદન સરોવરના રાતા કમળ જેવા               
              લોચનિયા  લાલ  મારા પ્રાણના
ભ્રમર  કમાનમાંથી  નજરોના તીર               
                લઈ  મારે પ્રહાર  કામબાણના 

મુખડું એનું  એવું રૂપાળું  કે ચાંદલિયો લાજે રે
મુખડું એનું  એવું રૂપાળું  કે ચાંદલિયો લાજે રે

સોણલામાં દીઠો સલૂણો સાહેલી મેં તો આજે રે

સલૂણાની છટા કેવી હતી?

તેજભર્યું ભાલ વીર કેસરીની ચાલ               
              એના બાહુ  વિશાલ  શક્તિશાળી
તેજભર્યું ભાલ વીર કેસરીની ચાલ               
              એના બાહુ  વિશાલ  શક્તિશાળી
મસ્તીમાં વિખરાયા સાજનના કેશ               
               જાણે  આભે ઘેરાઈ ઘટા કાળી રે

રૂપ  એનું   એવું  પ્રકાશે  કે  સૂર્ય દેવ  દાઝે રે
રૂપ  એનું   એવું  પ્રકાશે  કે  સૂર્ય દેવ  દાઝે રે

સોણલામાં દીઠો સલૂણો સાહેલી મેં તો આજે રે

હે મેં તો આજે રે, હે મેં તો આજે રે

સ્વરઃ રાજુલ મહેતા
ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર
ચિત્રપટઃ ઓખાહરણ (૧૯૭૫)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]