તારે રે સથવારો હરિ રામનો
તારે રે સથવારો હરિ રામનો હે આતમના અભિરામનો
તારે રે સથવારો હરિ રામનો
તારી વાણીએ વેદ વસે ને આંખડીએ અનુકંપા
માનવતાને કાજ સેવતો અકલિત કાંઈ અજંપા
વાહક થઈને ફરતો નિશદિન ઈશ્વરી પયગામનો
તારે રે સથવારો હરિ રામનો
વિશ્વશાંતિનો વાંચ્છું છે તું પ્રાણવાન પ્રણેતા
તારે પગલે હટે તિમિર ને પ્રકાશના પુર વહેતા
અકળ આંધિમાં ગિરિરાજ ઉંચકવા સાથ તને ઘનશ્યામનો
તારે રે સથવારો હરિ રામનો
સ્વરઃ ગીતા દત્ત
ગીતઃ જયંત પલાણ
સંગીતઃ એ.આર. ઓઝા
આલ્બમ "ગીતા દત્ત - ગુજરાતી ગીતો" (૧૯૭૧)
ગ્રામોફોન રેકોર્ડ નં. 7EPE 1535
ક્લીક કરો અને સાંભળોઃ
|