[પાછળ]

કોડભર્યા કોડિયામાં

કોડભર્યા કોડિયામાં આશાની જ્યોત જલે
ઝળહળ ઝળહળ થાય
મારો દીવડો ડોલતો જાય ડોલતો જાય ડોલતો જાય
દીવડો ડોલતો જાય

કોડભર્યા કોડિયામાં…

તમનો તહેવાર આજ મારે ઉજાશ રે
ઉદાસી  ઉરમાં   ઉતરે   ઉલ્લાસ રે

ઝગમગ ઝગમગ થાય રે ઝળઝળ ઝળહળ થાય  રે
મારો દીવડો ડોલતો જાય ડોલતો જાય ડોલતો જાય
દીવડો ડોલતો જાય

કોડભર્યા કોડિયામાં…

સૂરજ શરમાયો આજ મારે આ દીવડે
સંતાયો આભ ને  શોધ્યો ય ના જડે!

ટમટમ  દીવડો   થાય  ઝળહળ  ઝળહળ  થાય  રે
મારો દીવડો ડોલતો જાય ડોલતો જાય ડોલતો જાય
દીવડો ડોલતો જાય

કોડભર્યા કોડિયામાં આશાની જ્યોત જલે
ઝળહળ ઝળહળ થાય
મારો દીવડો ડોલતો જાય ડોલતો જાય ડોલતો જાય
દીવડો ડોલતો જાય

કોડભર્યા કોડિયામાં…

સ્વરઃ ગીતા રોય
રચનાઃ નિરંજન દેસાઈ
સંગીતઃ ભાનુપ્રસાદ

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]