[પાછળ]
ઓ સાજન

ઓ  સાજન  જેવો  તું  મુજને  ભીંજવે
એવો ભીંજવે મુજને શ્રાવણ ઓ સાજન

ઓ  સાજન  જેવો  તું  મુજને  ભીંજવે
એવો ભીંજવે મુજને શ્રાવણ ઓ સાજન

જોને ભીની ભીની ચોળી ચીટકી ગઈ મારે અંગે
જોને ભીની ભીની ચોળી ચીટકી ગઈ મારે અંગે
મારું  ગોરું  ગોરું  રૂપ  રંગાયું  ચૂંદલડીના  રંગે

ઓ સાજન આ ભીનો ભીનો વાય વાયરો
એને  કૈંક   છે   મનભાવન  ઓ  સાજન

શરમ મૂકીને ગોરાંદે જરા આવો ઓરા ઓરા
શરમ મૂકીને ગોરાંદે જરા આવો ઓરા ઓરા

ભીના વાને લજવાઓ શાને આ તો પ્રીતના ફોરાં
ઓ સજની…                                   
આ રૂપ નીતરતું મદભર એવું કરે કાળજે કામણ

ઓ સાજન જેવો તું મુજને ભીંજવે
એવો    ભીંજવે   મુજને    શ્રાવણ
ઓ સજની…       ઓ સાજન…

સ્વરઃ આશા ભોસલે અને ભૂપિન્દર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ દી' વાળે એ દીકરા (૧૯૮૨)

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]