[પાછળ]
પાનખરના હૈયામાં ટહુકે વસંત

અંતમાં આરંભ અને આરંભમાં અંત પાનખરનાં હૈયામાં ટહુકે વસંત સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લય કેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય? ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત પાનખરનાં હૈયામાં ટહુકે વસંત આજે તો વનમાં કોનાં વિવા? એક એક વૃક્ષમાં પ્રગટે દીવા! આશીર્વાદ આપવા આવે છે સંત પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

સ્વરઃ પાર્થિવ ગોહિલ ગીતઃ નરેન્દ્ર મોદી ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]