હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? કાંઈ ના જાણું! હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? કાંઈ ના જાણું! હે ધરમ કરમના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણું કાંઈ ના જાણું! હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? કાંઈ ના જાણું! સુખ ને દુઃખના પૈડાં ઉપર ગાડું ચાલ્યું જાય! સુખ ને દુઃખના પૈડાં ઉપર ગાડું ચાલ્યું જાય! કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાય! હે મારી મુજને ખબર નથી કંઈ ક્યાં મારું ઠેકાણું? કાંઈના જાણું! હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? કાંઈ ના જાણું! કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું ! પાંપણ પટારે સપના શું ઘડ્યાં મનની સાંકળ વાસીને ઉપર મનની સાંકળ વાસી ડગર ડગરિયા આવે નગરિયાં ડગર ડગરિયા આવે નગરિયાં ના આવે મારું કાશી રે ના આવે મારું કાશી! ક્યારે વેરણ રાત વીતે ને ક્યારે વાયે વ્હાણું? કાંઈ ના જાણું! હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? કાંઈ ના જાણું! કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું! ક્યાંથી આવું? ક્યાં જાવાનું? ક્યાં મારે રહેવાનું? ક્યાંથી આવું? ક્યાં જાવાનું? ક્યાં મારે રહેવાનું? અગમનિગમનો ખેલ અગોચર મનમાં મૂંઝાવાનું! હે હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું! કાંઈ ના જાણું! હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? કાંઈ ના જાણું! હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? કાંઈ ના જાણું! કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું! કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું! સ્વરઃ પ્રફુલ્લ દવે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ માબાપ (૧૯૭૭) ક્લીક કરો અને સાંભળોઃ
|