જગત આ ગંજીફાનું ઘર! ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર! ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર! ઉપરથી સુંદર ચણતર ને પોકળ છે અંદર! જગત આ ગંજીફાનું ઘર! ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર! ઓ... સૌએ સૌની બાજી ઉપર મનમાં થાતાં રાજી જેવાં પાના તેવાં શાણા થઈને કહેતા હાજી હાજી સૌએ બાજીગર! જગત આ ગંજીફાનું ઘર! ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર! મનના કાંઈ મનોરથ સેવ્યાં આશાની ઇમારત બાંધી ચાર દિવસની જિંદગાનીને વિખરે ચાલી આંધી સહેવું જીવનભર! જગત આ ગંજીફાનું ઘર! ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર! ઓ... પાના કેરો મહેલ બનાવી સૌએ કરતાં ખેલ જીવન મરણની આંટી કેરા ઉકલે નહિ ઉકેલ મનખા સાથે મૃત્યુ જન્મે ઘડીભરનું ઘડતર! જગત આ ગંજીફાનું ઘર! ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર! ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર! સ્વરઃ ગીતા રોય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ ગાડાનો બેલ (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળોઃ આ ગીતના સાચા પાઠ માટે શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
|