તારી આંખોમાં જાદુના
તારી આંખોમાં...
હો તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
તેં લાખોના દિલડાને ઘાયલ કર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
ઓ મદઘેલી ગુલાબી તારી આંખડી
મને લાગે કમળ કેરી પાંખડી
એથી લાખો ભમરાઓને બેભાન કર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
ઓ...એવી નાગણ શી ચાલ જોઈ તારી
લાગે લાખોના દિલમાં કટારી
આથી લાખોના જીવન તેં ઝેર કર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
ઓ.. ઘડનારે ભૂલ કરી રંભા સમ રૂપ દીધું
હૈયું કાં વજ્ર સમું તારું હાયે કીધું?
તારી રગરગમાં વીજળીના તાર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં
સ્વરઃ મહમદ રફી
ક્લીક કરો અને સાંભળોઃ
|