[પાછળ]
અંતરમાંથી કેમ જાશો રે
અંતરમાંથી કેમ જાશો રે અલબેલડાં અંતરના અજવાળા ખોવાઈ જશે હે... મેંદી તમે ને અમે એનો રે રંગ ગોરી કાજળ ને આંખડીનો સંગ જોજે ના છલકે વાલમ આંખોથી પ્રીતડી તો આંસુ સંગ જાશે રે ઉમંગ રોકો ગોરી તમારાં હૈયાના હેતને મોંઘેરાં મોતીડાં વેરાઈ જશે વાંસળી ને કાન જેવી પ્રીત્યુંય આપણી તોડી ના જગથી તોડાય કાનાની પ્રીત કાજે વાંસળી વીંધાણી વાલમ તમ પ્રીતે દલડું વીંધાય બાલપણાંની પ્રીતે ખીલ્યું આ ફૂલડું તમ જાતાં ફૂલડું આ કરમાઈ જશે રોકો ગોરી તમારાં હૈયાના હેતને મોંઘેરાં મોતીડાં વેરાઈ જશે અંતરમાંથી કેમ જાશો રે અલબેલડાં અંતરના અજવાળા ખોવાઈ જશે
સ્વરઃ માધવી પંડ્યા અને મહેન્દ્ર કપૂર ગીત-સંગીતઃ મધુ માધવી ચિત્રપટઃ ભાઈ બહેન ચાલ્યાં મોસાળ (૧૯૮૦) ક્લીક કરો અને સાંભળોઃ આ ગીતના સાચા પાઠ માટે શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
[પાછળ]     [ટોચ]