[પાછળ]
એક જણ બોલ્યા કરે

એક જણ બોલ્યા કરે ને બીજું ના બોલે ભઈ!
એવું તે બને કંઈ? એવું તે બને?
ઓ લાકડાંની લાડકવાયી પૂછું હું તને ભઈ!  એવું તે બને?

આ દુનિયા એક પાગલખાનું  ને એમાં હું એક ડાહ્યો!
આ ધીખતી ધરતી માથે કેવળ હું એક શીતળ છાંયો!
નરસૈંયો ભણે ભઈ! એવું તે બને?

એક જણ બોલ્યા કરે ને બીજું ના બોલે ભઈ!
એવું તે બને?

હું  તારો  રાજા  ને  તું  મારી  રાણી
હું  તારો  રાજા  ને  તું  મારી  રાણી

દૂર દૂર જઈને કરીએ પ્રેમવાત છાની
દૂર દૂર જઈને કરીએ પ્રેમવાત છાની

હું  તારો  રાજા  ને  તું  મારી  રાણી
હું  તારો  રાજા  ને  તું  મારી  રાણી

આ દુનિયા છે કદરવિહોણી ને કેવી સાવ કઢંગી
રંગીન આ નારંગી તોયે એને કહી રહી નારંગી!
જાઉં ક્યા કને ભઈ! એવું તે બને?

એક જણ બોલ્યા કરે ને બીજું ના બોલે ભઈ!
એવું તે બને કંઈ? એવું તે બને?
ઓ લાકડાંની લાડકવાયી પૂછું હું તને ભઈ!  એવું તે બને?

સ્વરઃ મહેન્દ્ર કપૂર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મારે જાવું પેલે પાર (૧૯૬૮)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]