કોને જઈને કહેવી કોને જઈને કહેવી દર્દ કહાણી? દિલની અગનમાં કોણ રેડે પાણી! અટપટી દુનિયા મા તે કરેલી દાવાનળની આગ ભરેલી જોજે ના અટકે સંસાર ગાડી સૂતેલો આતમ દેજે જગાડી વિલંબ જો થાશે નહિ રે જીવાશે! તું બેઠા માડી બીજે ક્યાં જવાશે? આશરો મારે એક તું માડી સૂતેલો આતમ દેજે જગાડી વિશ્વાસઘાત જો મારો થાશે રન્નામાડી સાથે લાજ તારી જાશે મ્હેર કરીને આવ મારી માડી સૂતેલો આતમ દેજે જગાડી આવ મારી માડી આવ મારી માડી આવ મારી માડી આવ મારી માડી સ્વરઃ હર્ષિદા રાવળ ગીતઃ પ્રતાપ રાવળ સંગીતઃ ગૌરાંગ વ્યાસ ચિત્રપટઃ જય રાંદલમા (૧૯૭૭) ક્લીક કરો અને સાંભળોઃ
|