[પાછળ]
હું હાથને મારા

હું હાથને મારા  ફેલાવું તો તારી  ખુદાઈ  દૂર  નથી
હું  માંગુ ને  તું આપી દે એ  વાત મને મંજૂર નથી

આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહિ દર્શન તારાં
એ હોય ન હોય બરાબર છે  બેનૂર છે માહનૂર નથી

હું હાથને મારા  ફેલાવું તો તારી  ખુદાઈ  દૂર  નથી

જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને
એ પાણી વિનાના સાગરની નાઝિરને કશીય જરૂર નથી

હું હાથને મારા  ફેલાવું તો તારી  ખુદાઈ  દૂર  નથી
હું  માંગુ ને  તું આપી દે એ  વાત મને મંજૂર નથી

સ્વરઃ મનહર ઉધાસ
રચનાઃ નાઝિર દેખૈયા

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]