[પાછળ]
મને ગીત ગાવાનું

મને  ગીત  ગાવાનું  મન  તો  ઘણું  છે
પરંતુ  હું  શબ્દોથી  શરમાઈ  રહી  છું
હૃદયમાં   છલોછલ  છે   સંગીત  સેતુ
હું ખુદ મારી વીણાથી ગભરાઈ રહી છું

મને  પણ  ગમે છે  આ  ફૂલો  ખીલેલા
પસંદ છે મને પણ આ વર્ષાની રીમઝીમ
પરંતુ  કરું  શું  કે   છે  સંજોગ   એવાં
હું  ખુદ મારા આંસુથી ભીંજાઈ રહી છું

કોઈ  એક  ચહેરો  નજરમાં  વસ્યો  છે
કોઈ  એક  ચહેરો  જીગરમાં વસ્યો  છે
હૃદયમાં  વસેલી  આ   બન્ને   પ્રતિમા
હું નીરખી રહી છું  ને મૂંઝાઈ  રહી  છું

જીગરની જલનને  તમે ક્યાં જૂઓ  છો
તમે  હોઠ  પર  સ્મિત  જોયા કરો  છો
તમારો  કોઈનો   કોઈ   વાંક  ક્યાં  છે
હું  પોતે જ  મારાથી  સંતાઈ  રહી  છું

મને  ગીત  ગાવાનું  મન  તો  ઘણું  છે
પરંતુ  હું  શબ્દોથી  શરમાઈ  રહી  છું

સ્વરઃ શારદા રાજન આયંગર
ગીતઃ સૈફ પાલનપુરી
સંગીતઃ સુરેશકુમાર
ચિત્રપટઃ માડી મને કહેવા દે (૧૯૬૮)

ક્લીક કરો અને સાંભળોઃ


અને ક્લીક કરો અને સાંભળો
શારદાબહેનનું ગાયેલું પ્રથમ 
લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતઃ




મળો મુંબઈ નિવાસી શારદાબહેનને
તેમની પોતાની વેબસાઈટ પરઃ
http://www.titliudi.com

શારદાબહેનના આ ગીતની
ઓડિયો ક્લીપ અમેરિકા નિવાસી
શ્રી ગિરીશ મોદીએ (Tel: 001-678-826-4725) 
મોકલાવી હતી.
[પાછળ]     [ટોચ]