લાલ રંગના લહેરણીયા
લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી
હાલને દેવરિયા સંગે રંગે રમીએ હોળી
તારો મારો રંગ નિરાળો હું કાળો તું ધોળી
હાલને ભાભલડી સંગે રંગે રમીએ હોળી
લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી
હાલને દેવરિયા સંગે રંગે રમીએ હોળી
રાતો ચૂડલો રાતી ઓઢણી રાતી આંખલડી
ભાભી તારે તાણે વાણે વાગે રૂપની વાંસલડી
અંગે અંગે રંગી કોણે જોબનની રંગોળી
હાલને દેવરિયા સંગે રંગે રમીએ હોળી
લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી
હાલને દેવરિયા સંગે રંગે રમીએ હોળી
રાતી પાઘડી મૂછો વાંકડી આંખ્યું મસ્તીખોર
આંખે આંખ પરોવી કહે તું કોના ચિત્તનો ચોર
તારે તનડે મનડે તેં તો કેસર દીધું ઘોળી
હાલને ભાભલડી સંગે રંગે રમીએ હોળી
લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી
હાલને દેવરિયા સંગે રંગે રમીએ હોળી
સ્વરઃ ગીતા દત્ત અને મુકેશ
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ કાદુ મકરાણી (૧૯૬૦)
ક્લીક કરો અને સાંભળોઃ
આ ગીતના સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
|