[પાછળ]
આજ મારા સપનામાં આવજો

મારા તે સમ છે તમને પ્રીતમજી
આજ મારા સપનામાં આવજો હો
આજ મારા સપનામાં આવજો હો

ઉતારા આપશું અંદરના ઓરડે
આજ મારા સપનામાં આવજો હો

ખીલી વસંત આજ જીવનના બાગમાં
મધુરસ ભર્યો છે મારા પુષ્પના પરાગમાં
ઉપવનમાં ભમરા થૈ આવજો પ્રીતમજી

આજ મારા સપનામાં આવજો હો
આજ મારા સપનામાં આવજો હો

ભોળી અણજાણ હું ને અણજાણ્યો પંથ છે
કોરા પાનાનો મારો જીવનનો  ગ્રંથ છે
આવીને  એકડો  ઘૂંટાવજો  પ્રીતમજી

આજ મારા સપનામાં આવજો હો
આજ મારા સપનામાં આવજો હો

મારા તે સમ છે તમને પ્રીતમજી
આજ મારા સપનામાં આવજો હો

સ્વરઃ અલકા યાજ્ઞિક
ગીતઃ તેરસી ઉદ્દેશી
સંગીતઃ આશિત દેસાઈ
ચિત્રપટઃ સમયની સંતાકુકડી (૧૯૮૯)

ક્લીક કરો અને સાંભળોઃ

આ ગીતના સાચા પાઠ માટે
શ્રી હરીશ રઘુવંશીનો ઘણો જ આભાર
[પાછળ]     [ટોચ]