[પાછળ]
હું ને મારા એ

હું ને મારાં એ, હું ને મારાં એ, હવે રહ્યાં અમે બે
રંગે રમીશું ને સંગે ભમીશું છોને પછી લોક મને વરઘેલી કહે
હું ને મારાં એ, હું ને મારાં એ, હવે રહ્યાં અમે બે

વ્હાલો મને વર, વ્હાલો મને વર
હોય ભલે મારા બીજા લાગે મને પર
પરણી અને  પ્રીતે  મેં પહેર્યું પાનેતર
જેનો હાથ ધર્યો મેં એવાં રહ્યાં અમે બે, હું ને મારાં એ
હું ને મારાં એ, હું ને મારાં એ, હવે રહ્યાં અમે બે

નણદીને  સાસરીએ  મોકલીને આમ
સાસુ ને સસરા ગયા  તીરથ ને ધામ
ભણવાને બહાને ભલે દૂર દિયર રહે
હું ને મારાં એ, હવે રહ્યાં અમે બે
હું ને મારાં એ, હું ને મારાં એ, હવે રહ્યાં અમે બે

સ્વરઃ રાજકુમારી
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ વરઘેલી (૧૯૪૯)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]