મારું મન એકલું નાચે રે
મારું મન એકલું નાચે રે મારું મન એકલું નાચે
કોઈ છકેલા છંદે છાનું રંગમાં રાચે રે
મારું મન એકલું નાચે રે
કોઈ હૈયાનું ફૂલ બની એ ફોરંતું રાન વેરાન
કોઈના નેણે નેણ પરોવી વ્હોરતું તેજ તૂફાન
અજાણ્યું ઉર શું વાચે રે
મારું મન એકલું નાચે રે
કોઈના રૂપે પાગલ થાતું અણસારે શરમાય
કો અધખૂલા અધરે એની ઓળખ એળે જાય
ઝાઝેરુ કાંઈ ન જાચે રે
મારું મન એકલું નાચે રે
મારું મન એકલું નાચે રે મારું મન એકલું નાચે
કોઈ છકેલા છંદે છાનું રંગમાં રાચે રે
સ્વરઃ ગીતા દત્ત
ગીતઃ ભાસ્કર વોરા
સંગીતઃ એ.આર. ઓઝા
આલ્બમ "ગીતા દત્ત - ગુજરાતી ગીતો" (૧૯૭૧)
ગ્રામોફોન રેકોર્ડ નં. 7EPE 1535
ક્લીક કરો અને સાંભળોઃ
|